Pages

Search This Website

Friday, December 4, 2020

પાણીપુરી કેવી રીતે અસ્તિત્વમાં આવી?

પાણીપુરી કેવી રીતે અસ્તિત્વમાં આવી?



પાણીપુરી બહું વર્ષો જૂની વાનગી છે. સંદેશ સમાચારપત્ર ના એક લેખ મુજબ પાણીપુરી શરુઆત મહાભારત ના સમય માં દ્રૌપદી એ બનાવી હોવાનું જાણવા મળ્યું છે.

પાણીપૂરીની શરૂઆત ક્યાંથી થઈ તેને લઈને બે વાર્તાઓ કહેવામાં આવે છે. તેમાંથી એક વાર્તા મહાભારત સાથે જોડાયેલી છે જ્યારે અન્ય મગધ સાથે. જોકે, એ સમયે પાણીપૂરીનું શું નામ હતું એ સચોટ કહી શકાય એમ નથી. આ વાર્તા કહે છે કે, પાણીપૂરી એ સમયમાં જીભનો સ્વાદ વધારવા માટે વાનગીની યાદીમાં આવી ચૂકી હતી.


મહાભારતમાં પાણીપૂરી:

એવું કહેવામાં આવે છે કે જ્યારે મહાભારતના સમયમાં જ્યારે પાંડવો અજ્ઞા।તવાસમાં હતા ત્યારે પાંડવોની માતા કુંતીએ નવી વહુ દ્રૌપદીની પરીક્ષા લેવા માટે તેમનો થોડોક સામાન આપીને કંઈક એવી વાનગી બનાવવાનું કહ્યું જે ન માત્ર સ્વાદિષ્ટ હોય પણ પેટ ભરાય જાય એવી પણ હોય. દ્રૌપદીની પરીક્ષા કરવા માટે કુંતીએ તેમને થોડોક લોટ અને થોડા બટેટાં આપીને કંઈક બનાવવા માટે કહ્યું હતું. ત્યારે દ્રૌપદીએ થોડું વિચારીને લોટમાંથી નાની નાની કડક પૂરી બનાવી અને બટેટાંને તેનો મસાલો બનાવીને, ચટપટું પાણી બનાવ્યું. આ રીતે તૈયાર થયેલી ડિશ જ્યારે પાંડવોએ જમી ત્યારે પાંડવોના માત્ર દાઢમાં જ ન રહી પરંતુ, કુંતીની પરીક્ષામાં દ્રૌપદી સારા અને સ્વાદિષ્ટ માર્કસ સાથે પાસ થયા.

મગધની વાર્તા:

પ્રાચીન ભારતના ૧૬ મહાજનપદોમાંથી ગંગા કિનારે સ્થિત મગધમાં પાણીપૂરીની શરૂઆત મગધના એક વિસ્તારમાંથી થઈ. જેને આજે દક્ષિણ મગધ બિહારના નામથી ઓળખવામાં આવે છે. આ એ સમય હતો જ્યારે મગધમાં ચિતબા, પિત્થઉ, ચેવડા અને રાઇસ જેવા વ્યંજનનોની શરૂઆત થઈ હતી. જે વ્યક્તિએ પાણીપૂરીની શરૂઆત કરી તે ઇતિહાસના પાનાઓમાં ક્યાંક ખોવાઈ ગયો. પરંતુ, પકોડીની વાનગી આપનારા એ શખ્સને આજની પેઢી આભાર વ્યક્ત કરશે.

Also Read:

क्रिकेट के मैदान पर विज्ञापन कैसे बनाएं जाते हैं?


પાણીપૂરીના ફાયદાઓ:

પાણીપૂરી માત્ર સ્વાદ અને થ્રીલ માટે જ ખાવામાં આવતી નથી. તેના કેટલાક ફાયદાઓ પણ છે. તેના ફાયદાઓ પર જો ધ્યાન આપવામાં આવે તો એક યાદી તૈયાર થઈ શકે.

  • મોઢામાં જ્યારે છાલા પડી ગયા હોય ત્યારે તે રાહત આપે છે.
  • ૪થી ૬ નંગની પાણીપૂરીની પ્લેટમાં ૧૦૦ કેલેરી હોય છે.
  • પાણીમાં હિંગ નાંખવામાં આવે તો એસીડીટીને મટાડી શકે છે.

No comments:

Post a Comment